Thursday, September 15, 2011

TAT Teachers Aptitude Test in Gujarat

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને તેમાં પણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અવનવા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે આઝાદીના આટલા વર્ષો પછી આપણે શિક્ષણ વિષે સાચી દિશામાં વિચારતા થયા. સરકારે હવે સ્વીકાર્યું છે કે પાંચ વરસના બાળક એટલે કે આવતી કાલ ના ભારતનું ભવિષ્ય એવા કોઈના હાથમાં કેવી રીતે આપવું કે જેને એ માટેનું માત્ર પુસ્તકિયું જ જ્ઞાન છે? હવે વિવિધ કલાઓમાં નિપુણ વ્યક્તિ જ શિક્ષક્ બની શકશે.માત્ર પી.ટી.સી. કે બી.એડ કરવાથી શિક્ષક ન બની જવાય તે માટે જરૂરી છે ચોક્કસ પ્રકારની દ્રષ્ટિ અને એ કારણે જ TAT … Teachers Aptitude Test લેવાનું નક્કી થયું હશે !! શિક્ષક ની સર્ટિફાઇડ લાયકાત ધરવનાર વિદ્યાર્થી એ પ્રમાણપત્ર સાથે સાથે કેટલીક પરિક્ષઓ માંથી પસાર થવું પડશે જેમાં તેમનો Attitude, Aptitude, General Knowledge, Skill, Problem solving , Text book knowledge, curriculum knowledge જેવા વિભાગો ને લગતા પ્રશ્નોમાંથી પસાર થવું પડશે. શક્ય છે કે આ ટેસ્ટ માંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્ને સફળતા ન પણ મેળવી શકે...અને પછી મીડિયા કહેશે કે આપણા આટલા ભાવી શિક્ષકો માંથી આટલા જ લાયક ... હવે માત્ર પી.ટી.સી. કે બી.એડ માં મેળવેલ ઉંચા ગુણ કે પ્રમાણપત્ર જ શિક્ષક્ નહિ બનાવે પરંતુ તે માટે અંદરથી શિક્ષક્ત્વ્ જાગૃત થયેલ જરૂરી રહેશે....શક્ય છે આગામી વર્ષોમાં ફરી ગુરુકુળ અને ગુરુઓના નામે સંસ્થાઓ ખ્યાતી મેળવતી થશે. આ માટે આપણે તૈયાર ને ?

No comments:

Post a Comment